Gujarati Vaykaran Vishesan , વિશેષણના પ્રકારો, Board exam and compitev exam study preparation for gujarati vaykaran by Vaghela Vishal sir ( Sarthi Support )
⊙ વિશેષણનો અર્થ ⊙
→ વ્યાકરણોમાં વિશેષણ વિશે એમ કહેવામાં આવે છે કે "જે નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ"
→ વાક્યમાં વિશેષણ નામ પહેલાં આવે છે. એનો અન્વય નામ સાથે જ કરવામાં આવે છે.
જેમ કે, "ઝાડ પરથી અમે ત્રણ નાની કેરી પાડી"
આ વાક્યમાં - ત્રણ નાની કેરી એવું નામ પદ છે.
→નામપદ એટલે નામ અને એની સાથે આવતાં વિશેષણા વાક્ય બોલાય ત્યારે પણ આખું નામપદ એક સાથે બોલાય છે. "કેરી નામ સાથે બે વિશેષણો આવ્યા છે.
→ યોગ્ય રીતે વપરાયેલાં વિશેષણો અંતે તો ભાષાની સમૃદ્ધિમાં વધારો કરવા સમર્થ હોય છે.
⊙ વિશેષણના પ્રકારો ⊙
● વિશેષણના પ્રકારો ત્રણ રીતોથી પાડવામાં આવે છે.
→ સ્થાન પ્રમાણે - સ્થાન બદલવાથી
→ રૂપાંતર અર્થ અનુસાર પ્રમાણે
→ વિશેષણનું રૂપ બદલવાથી
● હવે ઉપરની રીતોથી પડતા પ્રકારો અને તેના પેટા પ્રકારો
જોઈએ.
(૧) સ્થાન પ્રમાણે
→ વિશેષણનું સ્થાન વિશેષ્યની આગળ કે પાછળ કરવાથી આ વિશેષણના બે પ્રકાર પડે છે.
๏ પૂર્વે અથવા અનુવાદ વિશેષણ : વિશેષણની પૂર્વે આવતું વિશેષણ પૂર્વ કે અનુવાઘ વિશેષણ કહેવાય.
→ ઉદાહરણ :- આ રમણીય ઉદ્યાન છે. અહિં રમણીય પૂર્વે આવે છે.
๏ ઉત્તર અથવા વિધેય વિશેષણ : વિશેષ્યની પછી વિધેયના અંશ તરીકે આવતું વિશેષણ ઉત્તર કે વિધેય વિશેષણ કહેવાય.
→ ઉદાહરણઃ- આ ઉદ્યાન રમણીય છે. અહિં રમણીય પાછળ વિધેય અંશ તરીકે આવે છે.
(૨) રૂપાંતર પ્રમાણે :
→ વિશેષણનું રૂપ વિશેષ્યનાં લિંગ-વચન પ્રમાણે બદલવાથી આ વિશેષણના બે પ્રકાર છે.
๏ વિકાર વિશેષણ : લિંગ પ્રમાણે ફેરફાર પામનાર વિશેષણ વિકારક કહેવાય.
ઉદાહરણ :- સારો છોકરો, સારી છોકરી, સારું છોકરું. અહિં સારો, સારી, સારું વિશેષણોને "આ", "ઈ", "ઉ" પ્રત્યો લાગે છે. છોકરો (પુ) છોકરી (સ્ત્રી) છોકરું (નપુ)ના લિંગની અસર વિશેષણ ઉપર થાય છે.
๏ અવિકારી વિશેષણ : લિંગમાં ફેરફાર થતાં ન બદલનાર વિશેષણ અવિકારક કહેવાય. અહિં વિશેષણને કશો પ્રત્યે લાગ્યો નથી. અહીં લિંગની અસર વિશેષણ પર થતી નથી. તેથી તે વિશેષણ અવિકારક કે અવ્યક્ત લિંગ વાચક છે. દા.ત. સરસ
(૩) અર્થ અનુસાર :
→ વિશેષણના અર્થ અનુસાર તેના સાત પ્રકાર પડે છે. જે નીચે મુજબ છે.
૧. ગુણવાચક વિશેષણ : આ વિશેષણ વિશેષ્યના રંગ, સ્વાદ, આકાર, કદ, સાદૃશ્ય, કર્તૃત્ત્વ વગેરે દર્શાવે છે.
૨. સંખ્યાવાચક વિશેષણ : આ વિશેષણ સંખ્યા દર્શાવનારા હોય છે જેમ કે ત્રણ, પાંચ, પંદર, અડધુ, પોણું, ઝાઝુ, થોડું, પા, બેવડું, ત્રેવડું, બેઉ, ચારે, ચોકું, કોડી વગેરે.
૩. સાર્વનામિક વિશેષણ : વિશેષણ તરીકે વપરાતા સર્વનામ કે સર્વનામજન્ય વિશેષણ સાર્વનામિક વિશેષણ તરીકે વપરાય છે. જેમ કે આટલું, જેટલું, જેટલી, તેટલા, તેટલી, આ, જે, તે, જેવડા, તેવડી, તેવું, જેવું, બીજુ, કઈ, કયુ વિગેરે સાર્વનામિક વિશેષણ છે.
૪. ક્રિયાવાચક વિશેષણ : ધાતુઓ પરથી બનાવવામાં આવેલાં કૃદંત વિશેષણો ક્રિયાવાચક વિશેષણ કહેવાય છે. અહિં વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ દર્શક ક્રિયાવાચક વિશેષણ આવે છે.
૫. પરિમાણવાચક વિશેષણ : આ વિશેષણ માપ દર્શાવે છે. સાર્વનામિક વિશેષણમાં આનો સમાવેશ થઈ જાય છે જેમ કે એવડું, કેવડું, જેટલું વગેરે.
૬. પ્રકારવાચક કે રીતિવાચક વિશેષણ : સાર્વનામિક વિશેષણમાં આનો સમાવેશ થઈ જાય છે જેમ કે જેવું તેવું, એવું કેવું વિગેરે.
૭. સંજ્ઞાસાધિત વિશેષણ : અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક સંજ્ઞા ઉપરથી બનેલાં વિશેષણો સંજ્ઞાસાધિત વિશેષણો કહેવાય છે જેમ કે કાનપુરી ચપ્પલ, ભારતીય સંસ્કૃતિ, કાશ્મીરી શાલ, ગુજરાતી ભાષા વિગેરે.
⊙ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી લખો
1 ચાર દિવસમાં ધણી -ધણિયાળી મળીને વાડા વચ્ચે કૂબો ઊભો કરી દીધો – ચાર
2 ભરીસભામાં તમારા દેખતાં મને ચોટલો પકડીને દુઃશાસન ખેંચી લાવ્યો - ભરી
3 જિગરજાન ભેરું મોએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ !-જિગરજાન
4 આ નગર અબુધ છે -અબુધ
5 અમે એખ લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે અટક્યા - લાંબા
6 ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું - ખુલ્લા
7 ભોજો સડસડાટ ટેકરો ઊતરી ગયો - સડસડાટ
8 હીરણનું પાણી ટાઢુબોળ હતું - ટાઢું બોળ
9 જીવલીએ સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી - સૂકી
10 ત્યારે હું ભારે લુચ્ચો માણસ હતો - ભારે
11 ગાંધીજીમાં ક્રાંતિ અને શાંતિ બંન્નેનો અપૂર્વ સંગમ હતો-અપૂર્વ
12 આ માન્યતા સાચી નથી - સાચી
13 ટાણાસર આપી જનાર વિરલ હોય છે. - વિરલ
14 શેષ નદી દૂર નીચે રહી ગઈ -દૂર
15 મારી રંજના ત્યારે બહું નાની હતી - નાની
16 હું તો નિર્ભય માર્ગ પકડીશ - નિર્ભય
17 હું તો મંદ બુદ્ધિ ગણાઉ – મંદ
18 કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી – કાષ્ઠની પૂતળી
19 હજારો વસમા તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા - હજારો વસમા
20 પ્રભાશંકર ખૂબ ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા - ખૂબ ગરીબ
21 ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે - થોડા
22 અમલદારને ચોવીસ કલાકમાં ભાવનરગ છોડી જવા હુકમ કર્યો- ચોવીસ
23 એ કંઈ વધારે નહી બોલે - વધારે
24 નજર આગળ સાદુ સીધું ઘર તરવરવા લાગ્યું -સાદુંસીધું
25 ડેલીનું ભારેખમ કમાડ બંધ થઈ ગયું – ભારેખમ
26 અંતિમ વિદાયને કવિ અંજલિ આપે છે - અંતિમ
27 ભાવ અને વિચારનું અદ્ભુત રસાયન સિદ્ધ થયેલું છે - અદ્ભુત
28 કાવ્ય આરંભાયું મનની ભારે અવસ્થાના સૂચનથી - ભારે
29 સેલ્વીનો અવાજ ખૂબ મીઠો હતો – મીઠો
30 એ ખિલખિલાટ હસી પડ્યો - ખિલખિલાટ
31 એમણે તદ્દન સાદો લિબાસ પહેર્યો હતો – સાદો
32 તમે બે ચાર કલાક આરામ કરો - બે ચાર
33 ગામ ખૂબ જ સુંદર હતું - સુંદર
34 એકાએક મીઠા પાણીનું સરોવર હાથવેંતમાં લાગ્યુ - મીઠા
35 આ સાલ વરસાદ સારો થાય તો મલકમાં પાછા જઈશું - સારો
36 મેં અહિં ઘણી વખત છોકરાને રમતા જોયા છે -રમતા
37 ચોખ્ખા માણસે દેવશીને ગાલે હાથ ફેરવ્યો - ચોખ્ખો
38 પિતાએ એક સારા દૃષ્ટાંતથી સમજાવ્યું - સારા
39 ટેટામાં ઝીણાઝીણા દાણા દેખાય છે – ઝીણાઝીણા
40 સઘળી રસોઈ ફીકી છે - ફીકી
41 મને સહેજ આશંકા થાય છે – સહેજ
42 ઋતુ ઋતુ પ્રમાણે ત્રણ પ્રાસાદ બનાવેલા – ત્રણ
43 અનિરૂદ્ધ અને ભદિક ચાર-છ દિવસમાં પ્રવજ્યા લેવાના - ચાર -છ
44 શ્રમણ થવું વધારે સહેલું છે- વધારે
45 આર્ય એ ખૂબ દુષ્કર છે - ખૂબ
46 અનિરૂદ્ધ અને બીજાં કુમારોએ નવા ભિક્ષુને વંદન કર્યા -નવા
47 ઊભા ઊંભા કરે ઝાડવા વાતું – ઊભા ઊભા
48 લૂગડામાં એક સાડલો જૂનો -જૂનો
49 એને ઉઘાડાં અંગેઅંગમાંથી આત્મા ચૂર્વે -ઉઘાડા
50 અમારૂં કાર્ય પવિત્ર છે - પવિત્ર
51 એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી – સાચી
55 બાબાસાહેબની બીજી પણ શરત હતી – બીજી
53 એમનું ભાષણ વક્રતૃત્વકલાનો ઉત્તમ નમુનો હતો- ઉત્તમ
54 એમની આંખોમાં આનંદના આંસુ હતા - આનંદ
55 શાહુજી સ્વયં સામાજિક સમતાના પ્રખર હિમાયતી હતી -પ્રખર
56 તેઓ જઈને સીધા જ વૃદ્ધ પુરૂષને પગે લાગ્યા - વૃદ્ધ
57 આંબેડકર મુલાયમ હૃદયના હતા - મુલાયમ
58 કોલ્હાપુરના મહારાજ શાહુજી આંબેડકરને મદદ કરતા - મહારાજ
59 પાનખર ઋતુની ઠંડી રાત હતી - ઠંડી
60 આજથી પંદર વર્ષ પહેલાની વાત છે - પંદર
61કાયદાની કડકમાં કડક સજા વિશે વાત નીકળી – કડક
માં કડક
62 મૃત્યુદંડ તો ખરાબ સજા કહેવાય – ખરાબ
63 મહેમાનોમાં એક યુવાન વકીલ પણ હતો - યુવાન
64 એક સુંદર રહેઠાણમાં યુવાનને રાખવામાં આવ્યો – સુંદર
65 રાત્રિના ત્રણ વાગ્યા હતા એ અતિશય ઠંડી રાત હતી - ત્રણ, અતિશય ઠંડી
66 બીજી સજા ઓછી કંટાળાજનક છે – ઓછી
67 એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા – મહાન
68 જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. - ધીમે ધીમે
69 અમારી એક લાગણી હજુ દટાયેલી છે – અમારી
70 એક આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે – આપણી, વધુ
71 હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું – મારી
72 પોષ મહિનાનો હિમ જેવો વાયરો -હિમ
73 સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી - સારી
74 ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરૂષ હતા - ક્રાંતિકારી
75 અમારા પાડોશમાં એક લવંગીબેન રહેતા હતા – લવંગીબેન
76 તેમાં તેમને વિવેક હોતો નથી -વિવેક
77 વૈદ્યરાજ તો સ્તબ્ધ જ થઈ ગયા – સ્તબ્ધ
78 મારા મનમાં કૂદીકૂદીને રટણ કરવા મંડી પડી –
79 કૂદીકૂદીને વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયાં હતા – રૂપમાં
80 પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું – કઠણ
81 તમે બધાય એક મહાશતરંજનાં સોગઠાં છો – સોગઠાં
82 બગડેલું દુધ વાપરી શકાતું નથી –બગડેલું
83 અમે પાણીદાર ઘોડા પસંદ કર્યા હતા – પાણીદાર
84 સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતાં – ગરીબ
85 કવિ માનવસહજ લાગણીઓથી પર નથી - માનવસહજ
86 શક્યતાના દ્વાર ખખડાવી જુઓ – શક્યતાના
87 મેં ચોમેર નજર દોડાવી – ચોમેર
88 હાથ હરખથી જુઠ્ઠાને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે – હરખથી
89 જ્યારે ગાંધીજી સમગ્ર હિંદની વાત બોલે છે - સમગ્ર
90 ગોળમેજી નિષ્ફળ જવાની છે -નિષ્ફળ
91 ઘણી વખત લગી તાકી રહ્યો – ઘણી વખત
92 આવી તો અમારી કેટલીય વસ્તુઓ ઊછીનું માગનારાઓએ ટાળી નાખી છે – કેટલીય
93 પોતે કંઈક બોલેલો, પણ બધું અસ્પષ્ટ હતું – કંઈક
94 બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચ્છકાર પડઘાતો હતો -પ્રત્યેનો
95 એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવીઓ હાજર હતા - અનેક
96 તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય છે – અવિચારી
97 ગુરૂજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે – સ્વયં
98 અમારા પિતા અમારા સંસ્કાર બાબતે જાગ્રત હતા – અમારા
99 માથે હતું કાળી રાતનું ધાબું – કાળી
100 મારા જેવા પ્રાકૃત માણસે ઘરબારનો શું મોહ રાખવો?
- પ્રાકૃત
101 બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા – શ્વેત
102 તેનો માત્ર ઉપયોગ કરી શકે છે - માત્ર
103 એક-એક અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સુઝે ! - પેલા
104 એક અગત્યની વાત કહેવાની છે – કહેવાની
105 મૃત્યુવિષયક કાવ્યોમાં તો એ વિરલ છે – મૃત્યુવિષયક
106 કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળીએ - શાંત
107 એના પગ એના ગામ તરફ વળ્યા – એના
108 ધન્ય ધન્ય તમે દેવિ ! અનેરી કોઈ ઊર્મિલે ! – અનેરી
109 બારબાર વરસ વનવગડામાં આથડ્યાં –બારબાર
110 મેં તો કાચનાં કર્યા કમાડ – કાચનાં
111 મારા દાદાની ડેલીએ જઈ કે જે – મારા
112 શ્યામ રંગ સમીપે ન જાવું – શ્યામ
113 હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું - અસભ્ય
114 ગાંધીજી પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા – હિમાલય, બંગાળ
115 તેની આંખો રાતીચોળ થઈ ગઈ હતી – રાતીચોળ
116 આજે એક વિશાળવડની ઘટા નીચે ધર્મશક્ષણનો વર્ગ બેઠો છે – વિશાળ
117 બા એકલાં જીવે છે – એકલાં
118 જબરી રસાકસી હતી - જબરી
119 ડૉ.બાબા સાહેબની વાણી વિવેકપૂર્ણ હતી -વિવેકપૂર્ણ
120 એક અતિશય ઠંડી રાત હતી – ઠંડી
121 લેખક બાપુ પાસે થોડો વધુ સમય રોકાઈ ગયા – થોડો
122 મણિભાઈ ઓછું ભણેલા હતાં – ઓછું
123 સાવ બાળકનાં સમું છે આ નગર – સમું
124 અમે અલ્પ જીવ કરૂપ - અલ્પ
125 મને આ ભારે નવાઈજનક લાગ્યું – ભારે
126 પરમેશ્વર સાકર જેવા મીઠા છે - સાકર
127 આત્મજ્ઞાની કદી માંદા ન પડે - આત્મજ્ઞાની
128 મને મારા ગાંડિવનું બહુ અભિમાન હતું -બહુ
129 ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર - ચાર
130 હું જંગલી જાનવર જેવો છું – જંગલી
131 તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતાં – બહુ
132 મારાથી નાની વિજુ ચાર ચોપડી ભણી – નાની, ચાર
133 પરમેશ્વરને ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાઉં – બહુ
134 જુઓ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે એ ખોટા સંચ -પંચ
135 સહસ્ત્ર વરસ વહીને ગયાં, દમયંતીને બે બાળક થયાં – સહસ્ત્ર ,બે
136 મેં દસ-બાર માઈલ ફરવાનું રાખ્યું હતું -દસ-બાર
137 સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવાં જોઈએ -સત્યાગ્રહી
138 તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળ નથી – મીઠાશ
139 પાંચ-દસ મિનિટ હું ત્યાં થોભ્યો -પાંચ-દસ
140 મૂળશંકર ભણવામાં બહુ હોશિયાર હતો - હોંશિયાર
142 ઓછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતાં – ઓછો
143 અત્યારે અહીં જ હવે નવવિધાનનાં બીજા નાખો તો ઘણું - નવવિધાન
144 સફરજનનાં ઝાડ ઉપર દૂધ જેવાં ધોળાં ફૂલના ગુચ્છા ખીલી ઊઠ્યા હતાં – ધોળા
145 મેં તો અગર ચંદનના ચૂલા કર્યા - અગર ચંદન
146 કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી - કાષ્ઠની
147 ભલાભાઈ, આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો -ભલા
148 ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઊઠ્યો – ભડ
149 એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી - એક 150 સરખ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે - એક
151 આઘેથી તમાકુનાં લીલાંછમ ખેતર દેખાતા હતાં – આઘેથી
152 સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે – ઝીણા ઝીણા
153 હાડ અને હૈયાબળુકા માણસોનું જ આમાં કામ છે – હૈયાબળુક
154 એમની આંખમાં આનંદના આંસુ હતાં – આનંદના
155 એમનું ભાષણ વકૃત્વકલાનો ઉત્તમ નમુનો હતું –ઉત્તમ
156 જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવ્યું - જંગલી
157 કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળીએ - શાંત
158 આ વાત તેને એક સારા દૃષ્ટાંતથી સમજાવી - એક
159 સારા નારી બુદ્ધિ તો બહુ કેળવાઈ છે – નારી
160 કૃતાપરાધ શો આવી ઊભો દીનમુખે પતિ - કૃત, દીન
161 આવ્યો સંમતિ યાચવા તુજ તણી ધર્મ કાર્યો પ્રિયે - ધર્મ
162 તમે બધાએ અવળો માર્ગ પસંદ અવળો કર્યો છે –અવળો
⊙ આપેલી ખાલી વિશેષણ લખી પૂર્ણ કરો ⊙
1 મણિભાઈને ..........બોલવાની ફાવટ નથી. (ઝાઝું)
2 કવિએ ........કાવ્ય લખ્યું. (મંગલ)
3 .........કાચબો જાય છે. (મોટો)
4 મારા મનમાં ......... ઘર વસાવવાની એષણા ધીમે ધીમે સળવળવવા માંડી (સુખી)
5 એક ગામના.......... જન સૌ ન્યાય નિરાંતે તોળે. (ડાહ્યા)
6 ............. વરહનાં ભણતર પછીય હજુ કેટલી રાહ જોવાની ? (આટલાં)
7 .............. વડ નીચે ઉદાલક નામે બ્રાહ્મણ ઝુંપડી બાંધીને રહેતો હતો. (એક)
8 રાજપુત્ર ભદ્રિક અનુરુધ્ધનો........ મિત્ર હતો. (ખાસ)
9 એણે....... માતા બની જઈ આ........ બાળકને
છાતીએ લીધું. (વત્સલ, નવજાત)
10 આ આશ્રમનું ધ્યેય..…......અવિરોધી દેશસેવા છે.
(વિશ્વહિત)
11 બંને ઉછીનું માગી જીવનાર..…......પ્રાણી હતાં. (શોષકવર્ગીય)
12 સંચો તો અસલ....... બનાવટનો હતો. (બ્રિટિશ)
13 .........ઘરેણાં તેઓ બેધડક માગી શકે છે. (મૂલ્યવાન)
14 .......... મુગટ પહેરવાની મારામાં હિંમત નથી.
(લોહી નીકળતો)
15 સૂર્યોદય સમયે ........... કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો.(પાટવીકુંવર)
16 પોતાનું હૂંફાળુ.........ઘર તરવરવા લાગ્યું. (સાદુંસીધું
17 કાવ્યોનો........ ધર્મ એ રહસ્યને લેખતા. (પ્રાણપદ)
18 તમે......... કલાક આરામ કરો. (બેચાર)
19 ભાઈ-ભગિની ભેળાં બેસી ...... હીંચકો ખાતાં. (સુખનો)
20 એ.............સ્ત્રીની નમણાઈ મોહક હતી. (કોમલાંગ)
21એમની આંખોમા ઉજળા ભવિષ્યની......... જ્યોત ઝબુકતી હતી.(એક)
22 એનો.........જીર્ણોદ્ધાર શકય જ નહોતો. (વધારે)
23 ભોજા જેવો...........આદમી પણ ભડકી ઊઠ્યો. (ભડ)
24 ............. નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું,
(બુદ્ધિમાન)
25 આ ........... ભાષણને થયે એક મહિનો વીતી ગયો હતો. (ઐતિહાસિક)
26 પ્રભાશંકર ભાવનગર રાજ્યના..........પદે હતા.
(દીવાન)
27 એક.........આવેગ તેના માનમાં જાગતો, (પ્રચંડ)
28 ............. ઘોડાનુંટોળુ ધરતી ધમરોળતુ દોડી આવ્યું. (જંગલી)
29 ............ ખેદથી મણિભાઈએ પાછુ વળીને જોયા વગર છોડયો. (અપાર)
30 ........... ભાઈ, આવો જાપાનીજ માલ ન લેતા હો તો ?
(ભલા)
31 શેષ નદી......વહેતી હતા. (ઝડપથી)
32 શ્રી પ્રભાશંકર .........વહિવટકર્તા હતાં. (સારા)
33 ઉછીનું માગનારની.......... ખાસિયત હોય છે. (એક)
34 મારું માનો તો કૌરવો......... નો શોક છોડી દો! (મર્યા)
35 ............કષ્ટ હૈયાનાં ને ચિંતાની પરંપરા. (હજારો)
36 શ્રી પ્રભાશંકરે....... મુક્તક વર્ડ પ્રભુપ્રાર્થના કરી. (એક) 37 ગાંધીજી........... હિંદની વાત બોલે છે. (સમગ્ર)
38 એના .......... સાથીદારોનો ઠપકો પણ ખમતો (મૃદુભાષી)
39 ............કડાં કરાવ્યા. (સિંધિયાશાહી)
40 ................ રામનારાયણ વ્યક્તિરાગમાં અટવાય નહિ. (તત્ત્વચિંતક)
41 ભોજાના વાડા પરથી.......... વાયરા વાતા હતાં. (ઠંડા)
42 બાપુના ભાષણમાં ........... ચર્ચા ચાલ્યા કરતી હતી.
(ગરમાગરમ)
43 ને પહુ જેવા..........બચળા આ હિમમા. (નાનકડા)
44 ત્યારે હું........લુખ્ખો માણસ હતો. (ભારે)
45 એ તો ભારતના એક......… પુરૂષ હતા. (ક્રાંતિકારી)
46 ........... લોકોને મળવું અને લોક - નિરીક્ષણ કરવું.
(સારા)
47 ડોશીએ.....…....અવાજે વૈઘને પાસે બોલાવી. (ક્ષીણ)
48 તે સીધુ મેનાની છાતીમાં જ ખપી જાંત !........ભાઈ. (ભલા)
49 નીલાંબર...........કંચુકી ના પહેરુ. (કાલી)
50 મારી રંજના બહુ.......... હોવાથી, રસ્તે બરફ ખડકાયેલો. (નાની)
51 જુઓને અત્યારે જ....... ચણતર અબાધિત રચી શકાય. (સુંદર)
52 તોયે..........ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. (ધૈર્ય)
53એક........અમલદારને રાજીનામુ આપી. (વરિષ્ઠ) .
54 આ....... આઠ-દહ આના રળી આવે છે (તો )
55 ત્યાં .........ધોને ઉગાડવી છે. (લીલી)
56 મીઠા વગર.......રસોઈ ફીકી લાગે છે. (બધી)
57 અનેક ...........શાક્યપુત્રોએ સંસાર છોડ્યો છે.(અભિજાત)
58 ............ જનસમૂહે તેનું અનુકરણ કર્યું. (પ્રચંડ)
59 જેમાં.. ........હસ્તાંક્ષરમાં કંઈક લખેલું હતું. (સુંદર)
60 કપડાંમાં......... સાડલો હતો. (જૂનો)
61 એમની આંખોમાં ...... ..... આંસુ હતાં. (આનંદના)
62 મહેમાનોએ ભાતભાતની. ...... વાત કરી હતી(મજાની)
63 .......... નારંગી હું લાવ્યો. (થોડી)
64 સાહેબ આમાં તો.......... દાણા દેખાય છે. (ઝીણા ઝીણા)
65 હાડ અને ....... માણસોનું જ આમાં કામ છે(હૈયા બળુકા)
66 ......... માંગનારા ઉછીનું આપતા નથી. (ઉછીનું)
67 ગઈકાલ સુધી માથે .......... વાદળા ઝઝુમતાં રહ્યાં છે માથે. (વિતકનાં)
68 ........ રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે ? (મનસ્વી)
69 સુયોગ...........સુંદર સુહાગી માંગલ્યનો. (અણમુલ) 70 અધિક........મંગલ નથી શું એ, સુંદરીય. (ભવ્ય)
71 મેં............બની બોલવા કહ્યું. (સ્વસ્થ)
72 તેઓ એમની.......... દશાથી માહિતગાર હોય છે ? (કમનસીબ)
73 આ સૌમ્યને..... ....છોકરીની જોડ શોધવી મુશ્કેલ (શાંત)
74 અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ..…....… રહે છે. (અનુકુળ)
75 બંને પુત્રો તો ચંદનવાડી જવા........... બની રહ્યાં હતાં. (અધીરા)
76 ચંદનવાડી આગળ શેષ નદી............ વળાંક લેછે. (બહુ ઘાટીલો)
77 શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો......... જણાયો નહીં. (બીલકુલ)
78 એણે અનેક પ્રસિધ્ધ ....... ગ્રંથો વાંચી નાખ્યા. (પ્રાચીન)
79 ધીમે ધીમે ............... એતરફ વળ્યો. (વાંચન)
80 ને બારેય માસ માથુ ફોડવા......... પુરતુ લોહી નથી ( છતાં)
81 હું તમને એક...... છતા પુસ્તકમાંથી વાર્તા કહું તે સાંભળે (પ્રાચીન)
82 અનેક ...........શાક્યપુત્રોએ સંસાર છોડ્યો છે (અભિજાત)
83 ............ભદ્રિક અનુરુધ્ધનો ખાસ મિત્ર હતો.(રાજપુત્ર)
84 આવી..........વૃત્તિને હું બિલકુલ પસંદ કરતો નથી. (પ્રચંડ)
85 પેલા....... .બેન્ક માલિકે છુટકારાનો દમ લીધો. (વૃદ્ધ)
86 ઋતુ ઋતુ પ્રમાણે.......પ્રસાદ બનાવેલા. (ત્રણ)
87 અનુરુધ્ધ અને ભદ્રિક........દિવસમાં પ્રવ્રજ્યા લેવાના
છે. (ચાર-છ)
88 શ્રમણ થવું........... સેહલું છે. (વધારે)
89 આપણા.......પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. (બધા)
90 ..........પ્રતિનિધિઓ એકબીજાનાં મોં જોવા લાગ્યાં.
(પાંચ, પંદર)
91 મેં ........... મજલ જતી કરી હતી. (છેલ્લી)
92 દ્રૌપદીના...... પુત્રો ગયા. (પાંચ)
93 આ રહ્યો દુર્યોધન,........... આંખે જોઈ રહ્યો. (રાતી)
94 ...........બચ્ચાં ટળવળી રહી માત સામું જુએ છે. (નાનાં )
95 માનવજીવનમાં શોષણ મા......…… ક્ષેત્રમાં જ ચાલે છે. (આર્થિક)
96 આઘેથી તમાકુનાં...... ખેતર દેખાતાં હતાં. (લીલાછમ)
97 ..........હજો તારા કર. (અમૃતસ્ત્રવિયા)
98 જઈ વરું દમયંતી........... (રૂપનિધાન)
99 .......... કાશ્મીરનો સૂર્યોદય તો..... સમય હતો ( સોહામણા, અભિરામ)
100 એમની આંખોમાં………...... આંસુ આંસુ હતા. (આનંદના)
101 .......... એણે મને સંસ્થાના વાયાથી માંડીને અત્યારે સુધીની વાત કરી. (ચાલતા ચાલતા)
101 .........ખાજા" ........ખાજા " મોકલ (નથી, નથી)
102 ........ સાલ વરસાદ......થાય તો પાછા મલકમાં જતાં રહેશો ? (આ, સારો)
103 ભોજા જેવો.........આદમી પણ ભડકી ઊઠ્યો. (ભડ)
104 એની..……...……… ઝાળને ઠાર, દેવી મહાકાલી ! (બળતી)